દિલ્હીમાં બની શકે છે ટ્રિપલ એન્જિનની સરકાર, AAPના વધુ 3 કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા

દિલ્હી મહાનગરપાલિકામાં ભાજપની સરકાર બની શકે છે, મેયર પણ ભાજપનો બની શકે છે. આમ આદમી પાર્ટીા ત્રણ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે જેને કારણે નંબર ગેમ બદલાઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલની દિલ્હીમાં હાર સાથે જ મુશ્કેલી વધી ગઇ છે. ભાજપના પ્રદેશ વીરેન્દ્ર સચદેવાએ AAPના ત્રણ કોર્પોરેટરોને પાર્ટીનું સભ્ય પદ અપાવ્યું છે.

દિલ્હી મહાનગરપાલિકામાં કૂલ 250 કોર્પોરેટરની બેઠક છે જેમાંથી 11 કોર્પોરેટર સાંસદ અને ધારાસભ્ય બની ગયા છે. આ આધાર પર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરની સંખ્યા 239 બચી છે જેમાંથી 119 સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની છે જ્યારે 113 ભાજપના છે.બીજી તરફ 7 કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટીના છે. હવે અત્યાર સુધી ભાજપ અને AAPમાં માત્ર 6 બેઠકનું અંતર ચાલી રહ્યું છે.

આ ત્રણ કોર્પોરેટરોને બહાર થયા બાદ આમ આદમી પાર્ટીની સંખ્યા 116 થઇ ગઇ છે એટલે કે ભાજપ સાથે તેમનું અંતર માત્ર 3 બેઠકનું રહી ગયુ છે. આ અંતર જણાવી રહ્યું છે કે દિલ્હીમાં ટ્રિપલ એન્જિનની સરકાર બનવાની કવાયત તેજ થઇ ગઇ છે.મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27 વર્ષ પછી જીતવામાં સફળ થયું છે. કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને હવે દિલ્હી મહાનગરપાલિકામાં પણ ભાજપની સરકાર બનવાના સંકેત જોવા મળી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *