ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ પ્લેન ક્રેશ, ગુજરાતના પાયલટ સહિત બેના મોત

ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. કાનપુરમાં એક વિમાન દુર્ઘટના સર્જાય છે. ગંગા બેરેજની પાસે એક તાલીમ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં પાયલટ અને કો-પાયલટના મોત થયા છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ગંગા બેરેજની પાસે નત્થાપુરવા ગામમાં બની. ટ્વિન-એન્જિન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થઈ ખેતરમાં પડ્યું. પ્લેન અચાનક નીચે પડતા તે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામીણો ભેગા થઈ ગયા હતા. લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. જાણકારી પ્રમાણે પાયલટ સચિન ભાટિયા ગુજરાતનો રહેવાસી છે, જ્યારે કો-પાયલટ અભિષેક કર્ણાટકનો રહેવાસી છે. દુર્ઘટના આશરે સવારે 11.50 કલાકે થઈ. પ્લેન ચાર સીટર હતું. દુર્ઘટના બાદ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પહોંચી છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામનારની પાયલટોની ઓળખ અભિષેક પુજારી નિવાસી કર્ણાટક અને સચિન ભાટિયા (ટ્રેનર) નિવાસી ગુજરાતના રૂપમાં થઈ છે. અભિષેક એરક્રાફ્ટ ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. સચિન તેને શીખવી રહ્યો હતો. બંનેના ઘટનાસ્થળે મોત થયા છે. વિમાન ક્રેશની સૂચના મળ્યા બાદ તે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. કઈ પરિસ્થિતિમાં વિમાન ક્રેશ થયું, પોલીસે તેની તપાસ શરૂ કરી છે. ઘટના સાથે જોડાયેલા વીડિયો સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઊંચાઈ પરથી નીચે પડ્યા બાદ વિમાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. તો એરક્રાફ્ટની પાસે 3 હજાર કલાક ફ્લાઇંગનું સર્ટિફિકેટ હતું. કંપનીનો દાવો છે કે મેન્ટેનન્સમાં કોઈ કમી નથી. વિમાન 2023થી કંપની પાસે હતું.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુખ
કાનપુરમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના પર મુખ્યમંગ્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે દુર્ઘટનામાં મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સાથે દિવંગતોની આત્માની શાંતિ અને પરિવારજનોને અપાર દુખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરી.