ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ, 30 લાખથી વધુ ભક્તોએ માંના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

દર વર્ષે બનાસકાંઠાના યાત્રાધામ અબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભવ્ય રીતે યોજાય છે. દર વર્ષે લાખો ભક્તો અંબા માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે, અને આજે મહામેળાનો છઠ્ઠો દિવસ છે. અત્યાર સુધીમાં અંદાજે 30 લાખથી વધુ ભક્તોએ માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસું પૂરજોરમાં છે અને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આવા ભારે વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અડગ છે. ભક્તો વરસાદી વાતાવરણમાં પણ માતાજીના દર્શન માટે ઉત્સાહપૂર્વક પગપાળા આગળ વધી રહ્યા છે.

ભક્તો ઉત્સાહ ભેર અંબાજી માના ધામમાં પગપાળા આગળ વધી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીના ભક્તો ભારે વરસાદમાં તાડપત્રીના સહારે માનો રથ લઈ ‘જય અંબે’ના નાદ સાથે પગપાળા જતા જોવા મળી રહ્યા છે. માતાજીના નામના નાદ સાથે તેઓ ઉત્સાહભેર પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. આ ભક્તો વરસતા વરસાદમાં પણ માના દર્શન માટે આતુર છે.આ ભક્તોનું કહેવું છે કે “તાપ હોય વરસાદ કે પૂર આવે અમે 30 વર્ષથી સતત આવી છીએ. માતાજીની કૃપાથી કોઈ તકલીફ પડતી નથી. કોઈપણ મુશ્કેલીમાં અમે દર વર્ષે માનાં રથ સાથે દર્શન માટે જઈએ છીએ.” આમ વરસતા વરસાદમાં પણ ભક્તોમાં માના દર્શનનો ઉત્સાહ જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગુજરાતભરથી હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે. ત્યારે આવરશે ભારે વરસાદમાં પણ ભક્તોનો મહામેળામાં જવાનો ઉત્સાહ ઓછો થતો હોય એવું લાગી રહ્યું નથી.

આ પણ વાંચો, http://મુંબઈના ‘લાલબાગચા રાજા’નું આજે વિસર્જન, ઢોલ નગારા-નાચગાન સાથે વિદાયની તૈયારી

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *