આજે રાંધણ છઠ્ઠ, મેષથી મીન સુઘી કઇ રાશિને મળશે સોનેરી અવસર

photoStories-logo

2. મેષ

આ દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. ભાગ્યનો સાથ મળશે, અટકેલા કામ પૂરા થશે અને મનચાહી સફળતા હાથ લાગશે. પરિવારમાં ખુશીઓ વધશે, વ્યવસાય મજબૂત રહેશે અને વિદ્યાર્થીઓને સારા અવસર મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

3/14

photoStories-logo

3. વૃષભ

તમને મિશ્ર પરિણામો મળશે. શત્રુઓ પર વિજય અને ધનની આવક વધશે, કરિયરમાં ઉન્નતિના અવસર આવશે. પરંતુ સંબંધોમાં વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. દિવસની શરૂઆતમાં સાવધાની રાખો બાદમાં સ્થિતિ સુધરતી જશે.

4/14

photoStories-logo

4. મિથુન

તમારા માટે ખૂબ શુભ અને લાભકારી દિવસ રહેશે. ભાગ્ય સાથ આપશે, કરિયરમાં ઉન્નતિ અને ફળદાયી મુસાફરીઓ થશે. સંબંધો સુધરશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખો. નવા કામની શરૂઆત માટે સારો સમય છે.

5/14

photoStories-logo

5. કર્ક

તમને વ્યવસાયમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે પરંતુ એકંદરે સારો દિવસ રહેશે. અટકેલા કામ પૂરા થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે અને મુસાફરીઓ લાભકારી સાબિત થશે. નાની વાતોને મોટી ન બનાવો અને વિવાદથી દૂર રહો.

6/14

photoStories-logo

6. સિંહ

તમારા માટે મિશ્ર ફળ આપનાર દિવસ છે. શરૂઆત સારી રહેશે પરંતુ દિવસના મધ્યમાં સાવધાની જરૂરી છે. મિત્રોનો સહયોગ મળશે, સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થશે અને જમીન-વાહન ખરીદીના યોગ બની શકે છે. બુદ્ધિથી નિર્ણય લેશો.

7/14

photoStories-logo

7. કન્યા

તમને સારા પરિણામો મળશે. મન ગમતી સફળતા, નવી જવાબદારી અને આવકમાં વધારો થશે. સીનીયર અધિકારીઓનો સહયોગ મળશે. ધન સંબંધિત નિર્ણય વિચારીને લો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

8/14

photoStories-logo

8. તુલા

તમારા માટે થોડી સાવધાની જરૂરી છે. નોકરીમાં કલીગનો સહયોગ મળશે અને પ્રેમસંબંધો સુધરશે. બિનજરૂરી વિવાદથી દૂર રહો. વ્યવસાયમાં રોકાણ ટાળો અને ધનની બચત પર ભાર મૂકો.

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

તમને મિશ્ર પરિણામો રહેશે. મહેનતનું ફળ મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પરંતુ અચાનક મોટા ખર્ચ આવી શકે છે. દિવસના મધ્યમાં પારિવારિક સમસ્યાઓ ઘટશે અને આકસ્મિક ધનલાભના યોગ બનશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

10/14

photoStories-logo

10. ધન

તમને સુખદ પરિણામો મળશે. આગળ વધવાના અવસરો, ધનપ્રાપ્તિ અને સારા સમાચારથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને પ્રેમસંબંધો મજબૂત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે.

11/14

photoStories-logo

11. મકર

તમારા માટે દિવસ સારો રહેશે. નાણાં, કરિયર અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે. રોકાણના અવસરો અને જૂના રોકાણનું સારું રિટર્ન મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખો અને સ્વાસ્થ્યની કાળજી લો. લાંબી મુસાફરી ટાળો.

12/14

photoStories-logo

12. કુંભ

તમને મિશ્ર ફળ મળશે. ક્યારેક લાભ, ક્યારેક ઉતાર-ચઢાવ રહેશે. સીનીયર અધિકારીઓનો સહયોગ અને કોર્ટકચેરીમાં સફળતા મળી શકે છે. વિવાદથી દૂર રહો અને બિનજરૂરી ખર્ચ ટાળો. નવા કામની શરૂઆત માટે સારો સમય છે પરંતુ ઉતાવળ કરશો નહીં.

13/14

photoStories-logo

13. મીન

તમારા માટે સરેરાશ પરિણામો રહેશે. સફળતા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. મહત્વના નિર્ણયો થોડા સમય માટે ટાળો. મહિનાના અંતે પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે કરિયરમાં ફાયદાકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *