કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Oplus_131072

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો નોંધાયો. કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી જૂનાગઢના યુવકે ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અબજલ સીડા નામના યુવાને કીર્તિ પટેલનો વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

આ વીડિયો મામલે કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડાએ યુવાનને ધમકાવ્યો અને 20 લાખની ખંડણી માંગી હતી. તમામે યુવાનને ધમકી આપીને વીડિયો હટાવી લેવા માટે દબાણ કર્યું અને ધમકી આપી હતી કે તને દુષ્કર્મના કેસમાં ફસાવીને જાનથી મારી નાખીશ, તારા ઘરમાં પણ ઘૂસી જઈશું.

યુવાને ગટગટાવ્યું ફિનાઈલ
ધમકી બાદ યુવાને જેતપુરમાં ફિનાઈલ ગટગટાવ્યું હતું. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કિર્તી પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ સિંગાપોર તો ન બન્યો, પણ સફેદ હાથી બન્યો : અમદાવાદ પાલિકાને કરોડોનો લોસ થયો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *