વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન

ચીનના શેનઝેનમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) દેશોના નેતાઓ એકત્ર થયા છે. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર ટકેલી છે. ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ જિનપિંગ સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી. આ દરમિયાન ત્રણેય નેતાઓનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. અમેરિકા અને રશિયા સહિત 21 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય નેતાઓ સહિત અન્ય દેશોના વડાઓએ સંમેલનમાં સામૂહિક તસવીર પણ પડાવી હતી.

ટ્રમ્પઅનેપુતિનજિનપિંગનેઉષ્માભેરમળ્યા

શી જિનપિંગની ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જિનપિંગ બંને નેતાઓ સાથે હાથ મિલાવતા અને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્રણેય નેતાઓનો અંદાજ અલગ જોવા મળ્યો હતો.

વેપારકરારોઅંગેથઈરહીછેચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,”અમે આ સુંદર ટેબલ પર બેઠેલા કેટલાક લોકો સાથે અનેક વેપાર કરારો અંગે વાતચીત કરી રહ્યા છીએ. અમારી પાસે આવા ઘણા વેપાર કરારો છે, જેના પર ટૂંક સમયમાં મોટા દેશો સાથે હસ્તાક્ષર કરવામાં આવશે.

અમેરિકાને એ વાતનો પણ ગર્વ છે કે તે ‘સુપર ઇન્ટેલિજન્સ’ (SI) ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીનો આ સૌથી મોટો ટેક્નોલોજીકલ બદલાવ છે.

અમેરિકનોએ જ SIની શોધ કરી છે અને આ ટેક્નોલોજી સમગ્ર વિશ્વના લોકો માટે અભૂતપૂર્વ સમૃદ્ધિ અને વિકાસ લાવી રહી છે. તેથી અમે એવું કંઈપણ કરવા માગતા નથી, જે આ ટેક્નોલોજીની અપાર સંભાવનાઓને નુકસાન પહોંચાડે.

આ સુપર ઇન્ટેલિજન્સ છે, પરંતુ આપણે તેના પર નજર રાખવી પડશે. આપણે સાવચેત રહેવું પડશે અને તેનું સંરક્ષણ કરવું પડશે. આ ટેક્નોલોજી લગભગ સંપૂર્ણપણે સારી છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ અથવા નકારાત્મક પાસાં પણ હોઈ શકે છે. તેથી આવા પાસાંઓને સંભાળવામાં આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે.અમે કોઈપણ પ્રકારના વૈશ્વિક નિયમન અથવા એવા કોઈપણ પ્રયાસનો વિરોધ કરીએ છીએ, જે સુપર ઇન્ટેલિજન્સને નિયંત્રિત કરે અથવા તેની પ્રગતિને અટકાવે. અમે આવું ક્યારેય થવા દઈશું નહીં.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *