ગુજરાતમાં અકસ્માતની વણઝાર, ત્રણ ઘટનામાં 3 લોકોના મોત અને 3 ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે 26 જાન્યુઆરીના દિવસે ત્રણ અકસ્માત સર્જાયા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

મહીસાગરમાં શિક્ષકનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતુ. આ ઘટનામાં શિક્ષક ગણતંત્ર પર્વની ઉજવણી કરવા જતા હતા. આ દરમિયાન બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મહીસાગરના કુંભાઈડી ગામ પાસે અકસ્માત થતા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ બાકોર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

બીજી ઘટનામાં પાલનપુરની હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર બે બહેનોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ નિપજ્યું હતું. અને અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તને પાલનપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારે રાજ્યમાં વધુ એક ગંભીર ઘટના સર્જાઇ હતી. જેમાં સુરતમાં બેફામ ચાલતા ડમ્પરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો. ઘટનામાં કામરેજના ઘલા ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાઇ હતી. જેમાં ગત રાત્રે હાઇવે ક્રોસ કરી રહેલ બાઈક ચાલકને ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ હાઇવે પર પટકાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં અકસ્માત કરી ડમ્પર ચાલક ફરાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *