CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ:બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, પોલીસ એલર્ટ

ગુજરાત હાઇકોર્ટને બપોરે 1.11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. જેના પગલે બોમ્બ-ડોગ સ્કવોડ તેમજ સોલા પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

બપોરે 3.11 વાગ્યે સીએમ ઓફિસમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. ખાલીસ્તાન નેશનલ આર્મીના નામનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા હાલ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છેગુજરાત હાઈકોર્ટને અને સીએમ ઓફિસમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટને નિશાન બનાવીને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. ઈ-મેલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાઈકોર્ટ પરિસરમાં ડોગ સ્ક્વોડની ટીમ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિસરમાં તપાસની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *