લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ખાલિસ્તાની ગ્રુપે મોકલ્યો ઈમેઈલ 

 સોમવારે બપોરે લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય સંકુલોની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ધમકીભર્યો ઈમેલ ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

બંને સંકુલો ખાલી કરાવવામાં આવી રહ્યા છે 

લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી. લાલ કિલ્લા સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું અને ચેકિંગ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી હતી. ITO નજીક દિલ્હી સચિવાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ ટીમોએ ત્યાં પણ તપાસ શરૂ કરી છે.

ઈમેઈલના સ્ત્રોતને શોધવા માટે દિલ્હી પોલીસની ટીમે સાયબર સેલ તૈનાત કર્યો છે. સાયબર સેલ આ જૂથ તરફથી ભૂતકાળની ધમકીઓ અને ખાલિસ્તાની જૂથ સાથેના તેમના જોડાણોની તપાસ કરી રહ્યું છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં કંઈ ખતરનાક કે હાનિકારક મળ્યું નથી, પરંતુ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઈમેલની તપાસ કરવામાં આવી રહી છે અને તે ક્યાં અને કોણે મોકલ્યો તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સાયબર સેલ પણ તપાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આજે સવારે દિલ્હીની બે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ધૌલા કુઆમાં આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી રોડ પર એરફોર્સ બાલ ભારતી સ્કૂલને બોમ્બની ધમકીવાળા ઇમેઇલ મળ્યા હતા. પોલીસ અધિકારીઓ અને દિલ્હી ફાયર સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને સ્કૂલના પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.

દેશમાં છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં સ્કૂલ, કૉલેજ, મંદિર, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેઈલ મળી રહ્યા છે.  બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા બાદ  પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી તપાસ કરે છે.  

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું ‘ઓપરેશન ડિમોલિશન’, 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *