Ahmedabad: સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, મેઇલમાં 2023માં હૈદરાબાદમાં થયેલા દુષ્કર્મ કેસનો ઉલ્લેખ

આઇપીએલની ફાઇનલને લઇને અમદાવાદમાં જબરજસ્ત માહોલ બનેલો છે, એવામાંજ શહેરની એક સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. શહેરના SP રિંગ રોડ પરની જીનિવા લિબરલ સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલને આ ધમકી ઇમેઇલના માધ્યમથી આપવામાં આવી છે.. ધમકીને લઇને સ્કૂલના સંચાલક દ્વારા પોલીસને અને ડીઇઓ કચેરીને જાણ કરવામાં આવી હતી.. જે બાદ પોલીસ ડોગ સ્કવૉડ સાથે સ્કૂલ પર પહોંચી હતી અને સ્કૂલમાં તપાસ કરી હતી.. જો કે તપાસ દરમ્યાન કોઇપણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.

આ ધમકીને લઇને શાળાના સંચાલક હરેશ વાઢેરે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમે પોલીસ અને ડીઇઓ કચેરીને જાણ કરી હતી. પોલીસે સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું પરંતુ કંઇ મળી આવ્યું નથી.ડીઇઓ કચેરીએ પણ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે સ્કૂલમાં તપાસ કરાઇ છે. સાથે જ પોલીસને પણ સ્કૂલને સપોર્ટ કરવા જાણ કરાઇ છે.. સાથેજ બિન અધિકૃત વ્યકિતને સ્કૂલમાં પ્રવેશવા ન દેવા સ્કૂલને સૂચના અપાઇ છે.

ધમકી ભર્યા મેઇલમાં 2023માંં હૈદરાબાદની એક હોટલમાં યુવતી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કરીને લખાયુ છે કે પોલીસે આ કેસમાં યોગ્ય તપાસ કરી નથી..તેથી આ કેસ પર પોલીસનું ધ્યાન ખેંચવા માટે બ્લાસ્ટ કરીશું.

આ પણ વાંચો, મિડલ ક્લાસને મોદી સરકાર આપી શકે છે મોટી રાહત, ઓટો-હોમ લોન સસ્તી થશે!

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *