Site icon Time News

વર્લ્ડ મેપ બદલાઈ ગયો! આફ્રીકા મોટું થયું- યુરોપ અમેરિકા નાના….ભારતે આપ્યું ખુલ્લું સમર્થન 

દુનિયાને જોવામાં અને સમજવામાં મોટો ફેરફાર હવે તમને જોવા મળી શકે છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ શુક્રવારે એક નવા વર્લ્ડ મેપને અપનાવવાના પક્ષમાં મતદાન કર્યું છે. આ નક્શામાં આફ્રીકાનો આકાર પહેલાની સરખામણીમાં મોટો જોવા મળશે. જ્યારે ઉત્તરી અમેરિકા અને યુરોપ સરખામણીએ નાના જોવા મળશે. 

નવા નક્શાને ઈક્વલ અર્થ કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ તેનો હેતુ દુનિયાના મહાદ્વીપોના ભૂ ભાગને વધુ સટીક તરીકે દેખાડવાનો છે. પ્રસ્તાવના પક્ષમાં ભારત સહિત 164 દેશોએ મતદાન કર્યું. જ્યારે એકલા અમેરિકાએ તેના વિરુદ્ધ મતદાન કર્યું. છ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહીં. અત્યાર સુધી દુનિયામાં વ્યાપક રીતે ઉપયોગ થનારું મર્કેટર પ્રોજેક્શન 1569માં ફ્લેમિશ કાર્ટોગ્રાફર જેરાર્ડસ મર્કેટરે તૈયાર કર્યો હતો. તેને મુખ્ય રીતે સમુદ્રી નૌવહન માટે  ડિઝાઈન કરાયો હતો. આ નક્શાની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં ધરતીના ધ્રુવો પાસે રહેલા વિસ્તારો પોતાના વાસ્તવિક આકારથી ખુબ મોટા દેખાય છે. જ્યારે ભૂમધ્ય રેખાની આસપાસના વિસ્તારો સરખામણીએ નાના જોવા મળે છે. નવા ઈક્વલ અર્થ પ્રોજેક્શનનો હેતુ આ વિકૃતિને ઘટાડવાનો અને મહાદ્વીપોના આકારને વધુ સટીક રીતે દેખાડવાનો છે. 

અમેરિકાનો વિરોધ
UN મહાસભામાં નવા નક્શા સંબંધિત પ્રસ્તાવને 164 દેશોનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ તેના વિરુદ્ધ મતદાન કર્યું. જ્યારે છ દેશ મતદાનથી દૂર રહ્યા. જો કે આ પ્રસ્તાવ કાનૂની રીતે બાધ્ય નથી. તેનો હેતું સભ્ય દેશોને શિક્ષણ, સંસ્થાનો, અને અન્ય જગ્યાઓ પર વધુ સટીક વર્લ્ડ મેપ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અમેરિકાએ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે મહાસભાએ વધુ જરૂરી ગ્લોબલ ચેલેન્જિસ પર ધ્યાન આપવું જોઈએ. યુએસ રિપ્રેઝન્ટેટિવ યારિના ફેરેન્સેવિચે આ ચર્ચાની ટીકા કરતા તેને સંસથાન દ્વારા અસલી સમસ્યાઓની જગ્યાએ પ્રતિકાત્મક મુદ્દાઓ પર ફોકસ કરવાની એક મિસાઈલ ગણાવી. 

ભારતનું શું રિએક્શન?
ભારતે યુએનના ‘નક્શાને યોગ્ય’ કરવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. ભારતીય રાજનયિક રઘુ પૂરીએ યુએનમાં કહ્યું કે, સમાન ક્ષેત્રફળવાળા પ્રોજેક્શન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે મહાદ્વીપીય કે ક્ષેત્રીય ભૂ ભાગોના સાપેક્ષ આકાર અને ક્ષેત્રફળને જાળવી રાખે છે. 

જૂનો મેપ નકામો?
ના. યુએનના પ્રસ્તાવનો અર્થ એ નથી કે મર્કેટર પ્રોજેક્શન પર તત્કાળ રોક લગાવવામાં આવી છે. નવો પ્રસ્તાવ સભ્ય દેશોને પરંપરાગત મર્કેટર નક્શાની જગ્યાએ ઈક્વલ અર્થ પ્રોજેક્શનને અપનાવવાનો આગ્રહ કરે છે. જેથી કરીને દુનિયાના ભૂ ભાગનું વધુ સટિક પ્રતિનિધિત્વ થઈ શકે. એટલે કે આવનારા સમયમાં શાળાઓ, સંસ્થાઓ અને બીજી જગ્યાઓ પર દુનિયાના નક્શા પહેલા કરતા અલગ નજરે ચડી શકે છે. 

નવા નક્શામાં આફ્રીકાનો આકાર અગાઉની સરખામણીમાં મોટો નજરે ચડે છે. જેના કારણે આ ફેરફાર વધુ ચર્ચામાં છે. નવા નક્શાનો હેતુ ફક્ત આફ્રીકાને વધુ મોટું દેખાડવાનો નહીં પરંતુ દુનિયાના અલગ અલગ મહાદ્વીપોના વાસ્તવિક ભૂ ભાગને વધુ સટીક રીતે રજૂ કરવાનો છે. 

Exit mobile version