Site icon Time News

Weather Update: ગુજરાતીઓને ગરમીથી આંશિક રાહત, રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન ઘટતા લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. તેમજ ઈન્સ્યુસડ લો પ્રેસર અને ટ્રખ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. તેમજ અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

આગામી 3 દિવસ મહત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. તાપમાનમાં ઘટાડાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે.

ગુજરાતમાં ધીમી ગતિએ ગરમીની ઋતુ શરૂ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનને લઈ આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ગુજરાતનાં દક્ષિણ વિસ્તારનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં ગરમીનો અનુભવ થઈ શકે છે.તેમજ અમદાવાદ અને આસપાસનાં વિસ્તારોમાં ઉચ્ચતમ તાપમાન 35 ડિગ્રી તાપમાન નોંધાશે. અને લધુત્તમ તાપમાન 21 ડિગ્રી આપસાપ નોંધાશે. તેમજ હાલ જે પવનની ગતિ છે તે ઉત્તરથી પૂર્વ તરફની છે.

આ પણ વાંચો, અમિત શાહ ગુજરાતની મુલાકાતે, 2 માર્ચે મહેસાણામાં ધાર્મિક કાર્યક્રમમાં આપશે હાજરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version