Amit Shah visits Gujarat: અમિત શાહ ગુજરાતની મુલાકાતે, 2 માર્ચે મહેસાણામાં ધાર્મિક કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જીલ્લાનાં પિલવાઈ ગામમાં ગોવર્ધનનાથ મંદિરમાં સ્થાપનાં પ્રસંગે આવનાર છે. જેને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2 માર્ચે અમિત શાહ મહેસાણાની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહનાં પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બન્યું છે. જીલ્લા પોલીસ વડા સહિતનાં પોલીસ કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે મળતી માહિતી મુજબ તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.

આ પણ વાંચો, Weather Update: ગુજરાતીઓને ગરમીથી આંશિક રાહત, રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા તાપમાનમાં ઘટાડો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *