Site icon Time News

રૂપિયો-યુઆન પાડશે ખેલ…ડોલર માટે ખતરાની ઘંટડી! હાથી-ડ્રેગનની જોડી લાવશે વૈશ્વિક વેપારમાં મોટો બદલાવ?

આ વખતે બ્રિક્સનું આયોજન  ભારતમાં થયું છે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી રહ્યા છે. લગભગ 7 વર્ષ બાદ તેઓ ભારત આવશે. આ અગાઉ  તેઓ 2019માં ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે ચેન્નાઈ  પાસે મહાબલીપુરમમાં પ્રધાનમંત્રી મોદી સાથે બીજી અનૌપચારિક શિખર વાર્તા કરી હતી. 

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરાયેલી જાણકારી મુજબ જિનપિંગ 12 સપ્ટેમ્બરના રોજ ભારત પહોંચશે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે  દ્વિપક્ષીય મંત્રણા થશે. બંને નેતાઓ વચ્ચે થનારી આ બેઠક ભારત અને ચીન વચ્ચેના સંબંધો માટે ખુબ મહત્વની રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીનના સંબંધોમાં ભારે  તણાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લાંબા સમય સુધી ચાલેલા ગતિરોધના કારણે સંબંધો વણસ્યા હતા. જો કે છેલ્લા કેટલાક ઘટનાક્રમો પર નજર ફેરવીએ તો જાણવા મળે કે બંને દેશો વચ્ચે સંબંધ ધીરે ધીરે સુધરી રહ્યા છે. 

બદલાશે બિઝનેસ મોડલ?

G20 સમિટમાં નહતા આવ્યા જિનપિંગ

ચિંતાઓની લાંબી યાદી
ભારત અને ચીન વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ હજુ પણ કેટલાક ખાસ મુદ્દાઓ ચિંતાઓની યાદીમાં છે. જેમાં ભારતીય વ્યવસાયિકોને વિઝા આપવાનો ઈન્કાર અને તેમના પર પ્રતિબંધ, સરહદ પાર નદી ડેટા શેર કરવામાં પડકારોની સાથે સાથે મે 2025માં ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીન અને પાકિસ્તાનની સક્રિય મિલિભગત જેવા મુદ્દાઓ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત તરફથી ચીન સામે આ ચિંતાઓ ઉઠાવવામાં આવી શકે છે. એલએસી પર તણાવ ઘટાડવા મુદ્દે પણ વાતચીત થઈ શકે. 

Exit mobile version