Gujarat
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ, સલાયામાં મોટો ઉલટફેર, AAP 8 બેઠક જીતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજ જાહેર થશે. સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થશે. એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત ,66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટાચૂંટણીની આજે મત ગણતરી યોજાશે. આ સાથે 3 મહાનગરપાલિકાની પેટાચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. પેટાચૂંટણીનું મતદાન રવિવારે યોજાયુ હતું.
કુલ 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.જુદી જુદી 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતું.167 બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે. 1677 બેઠક માટે આજે પરિણામ જાહેર થશે.
સલાયામાં મોટો ઉલટફેર, AAP 8 બેઠક જીતી
છોટા ઉદેપુરમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું 3 અપક્ષ 1 કોંગ્રેસ
..
હારીજ વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલ ની જીત.