આટકોટના 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારે પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો, પોલીસે ગોળી મારી

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપુરગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને ધૃણાસ્પદ ઘટના બની હતી. જેમાં દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દેવાઈ હતી. જ્યારે આ માસૂમ બાળકી દર્દથી રડી રહી હતી ત્યારે તેને તેવી જ હાલતમાં મૂકીને આરોપી નાસી છૂટયો હતો, પણ પોલિસે તેને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.
આ કેસમાં પોલિસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.
ત્યારબાદ પોલિસ આરોપીને લઈને કાનપુર ગામની વાડીએ પહોંચી હતી. જ્યાં પોલિસ રિમનદ દરમિયાન આરોપીની પૂછપરછ અને પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલી રહયું હતું તે દરમિયાન પૂછપરછમાં રામસિંગે કબૂલ્યું હતું કે તેણે ગુનો કરતી વખતે જે લોખંડના સળીયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં આરોપી ભાગીયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.ગામની સીમમાં પૂછપરછ પટાવ્યા પછી પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોતાને છોડાવવાની કોશિશ કરવા માટે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. રામસિંગ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે અને પોલિસે સ્વવચાવ માટે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સ્વબચાવ અને આરોપીએ ફરાર થતો રોકવા માટે કરવામાં આવેલા પોલિસ ફાયરિંગમાં આરોપી રામસિંગને બંને પગે ઈજા પહોંચી હતી. પોલીસ કર્મચારીને પણ ઈજા થવાથી બંનેને તાત્કાલિક આટકોટની કે.ડી.પી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અને આ આખી ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપી રામસિંગ વિરૂદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી કામકાજમાં ખલેલ અને પોલિસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને પગલે કે.ડી.પી હોસ્પિટલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે નજીકના ખેતરમાં જ કામ કરે છે અને તેની પાસેના ખેતરમાં પીડિતાના મામા-મામી પણ કામ કરે છે. બાળકીના મામી બપોરે રૂમમાં સૂતા હતા અને 12 વાગ્યે બાળકો રમતા હતા. જેમાં આ બાળકી સૌથી મોટી હતી. તે આ બાળકીને ચોકલેટની લાલચ આપીને પાણીની ટાંકી પાછળ લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ ન થતા પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડવાનો પ્રયાસ કર્યો. જેનાથી બાળકીને ઇજા થઈ અને બ્લિડિંગ શરૂ થઈ ગયું. ત્યાર બાદ પીડિતાએ મામા-મામીને આ અંગે વાત કરતા તેઓએ હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને જાણ કરી હતી.