ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027નું રજાઓનું કેલેન્ડર, મકર સંક્રાંતિથી દિવાળી સુધી 18 જાહેર રજાઓ, જુઓ સંપૂર્ણ લિસ્ટ!

વર્ષ 2027માં ક્યારે રજા આવશે અને કયા તહેવારે સરકારી કચેરીઓ બંધ રહેશે, તેની રાહ જોતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સરકારી કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ મળશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે 9 વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારની 18 જાહેર રજાઓની સંપૂર્ણ યાદી. ગુજરાત સરકારની કચેરીઓ માટે જાહેર કરાયેલી 18 રજાઓની તારીખ અને વાર નીચે મુજબ છે.
જાન્યુઆરીથી માર્ચ:
- – 14 જાન્યુઆરી – મકરસંક્રાંતિ (ગુરુવાર)
- – 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ (મંગળવાર)
- – 6 માર્ચ – મહાશિવરાત્રિ (શનિવાર)
- – 10 માર્ચ – રમઝાન ઈદ (બુધવાર)
- – 23 માર્ચ – ધૂળેટી (મંગળવાર)
- – 26 માર્ચ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)
એપ્રિલથી જૂન:
- – 7 એપ્રિલ – ચેટીચાંદ (બુધવાર)
- – 14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ (બુધવાર)
- – 15 એપ્રિલ – રામનવમી (ગુરુવાર)
- – 19 એપ્રિલ – મહાવીર જન્મકલ્યાણક (સોમવાર)
- – 17 મે – બકરી ઈદ (સોમવાર)
- – 16 જૂન – મોહરમ (બુધવાર)
ઓગસ્ટથી ઓક્ટોબર:
- – 17 ઓગસ્ટ – રક્ષાબંધન (મંગળવાર)
- – 25 ઓગસ્ટ – જન્માષ્ટમી (બુધવાર)
- – 4 સપ્ટેમ્બર – સંવત્સરી (શનિવાર)
- – 2 ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતિ (શનિવાર)
- – 29 ઓક્ટોબર – દિવાળી (શુક્રવાર)
- – 30 ઓક્ટોબર – નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2084 (શનિવાર)