મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્‌સની તપાસ કરતા 80 જેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (એફ) 2નો ઉમેરો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *