Terrorist killed in Pakistan: કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવનાર લશ્કરનો આતંકી અબુ કતલ પાકિસ્તાનમાં ઠાર

Oplus_131072

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ સિંઘીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યે બની હતી. અબુ કતાલે ભારતમાં પણ ઘણા મોટા હુમલા કર્યા છે. NIAએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આતંકવાદી સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો.

આતંકી અબુ કતલ પણ હાફિઝ સઈદની ખૂબ નજીક હતો. હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત થયા હતા. લશ્કર-એ-તૈયબાના 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, તે હુમલાનો માસ્ટરમાઈન્ડ અબુ કાતલ સિંઘી હતો. આ સિવાય અબુ કતલને કાશ્મીરમાં અનેક મોટા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવતો હતો. NIAએ 2023ના રાજૌરી હુમલા માટે અબુ કતલને જવાબદાર ગણાવ્યો હતો.

આ પણ વાંચો, હોળી-ધુળેટી ના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં વહી અંગદાનની સરવાણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *