Jafarabad: જાફરાબાદના દરિયામાં 22 નોટિકલ માઈલ દૂર શંકાસ્પદ બોટ દેખાઈ, કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન

ગુજરાત રાજ્યના અમરેલીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જાફરાબાદના દરિયામાંથી 22 નોટિકલ માઈલ દૂર શંકાસ્પદ બોટ પહોંચી હતી. આ બોટને માછીમારોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરી હતી. કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તપાસ અર્થે પહોંચ્યું હતું.
ત્યારે આ ઘટના બાદ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને તમામ બોટો તાત્કાલિક બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચના જાહેર કરવામાં આવી છે.
સૂચના ન અપાઈ ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ
જેમાં જાફરાબાદ,ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહીત બંદરો પર તમામ બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ શંકાસ્પદ બોટની તપાસ કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી. સાથે સાથે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો નહીં ખેડવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો, 24 કલાકમાં જ SMCએ NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા, અત્યાર સુધીમાં 4.14 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું