Surat: ‘બંધારણ લખનારા મૂર્ખ હતા’, સંવિધાન ધર્મના આધારે હોવું જોઇએ; ઇસ્કોન કથાકારનો બફાટ

બંધારણ લખનારા મૂર્ખ હતા, સંવિધાન ધર્મના આધારે હોવું જોઇએ, જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે તેને વ્યભિચારમાં ધકેલી દે છે. આ બેફામ બોલ ઈસ્કોનના કથાકાર ચંદ્રગોવિંદ દાસના છે. સુરતમાં વ્યાસપીઠ પરથી આપેલાં નિવેદનનો 6 વર્ષ જૂનો વીડિયો વાઇરલ થતાં કથાકારે માફી માગી લીધી છે, પરંતુ આંબેડકરજયંતીના ગણતરીના દિવસો પહેલાં વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થતાં દલિતો, મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં ફરી એકવાર ધર્મની વ્યાસપીઠ પરથી આપેલાં નિવેદનને લઈને ચર્ચાઓ ગરમાઈ છે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા કથાકાર ચંદ્રગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનો એક 6 વર્ષ જૂનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેમણે ભારતીય બંધારણ તથા તેના ઘડવૈયાઓ અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

આ વાઇરલ વીડિયોમાં ચંદ્રગોવિંદ દાસ વ્યાસપીઠ પર બેસી અનુરાગથી શ્રોતાઓને સંબોધતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ કહે છે, “જે-તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય પર બેઠાં છે, તેઓ આપણને સુખી કરશે? કોઈ દિન થઈ શકે. કાયદો શું કરી લેશે એ મને કહો? તમારો દીકરો કે દીકરી, તમે 20 વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હશે, પણ જો તે જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે? અને આ બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે? લોકો કહે છે કે સંવિધાનને ફોલો કરો..આ સંવિધાન તો દેશને વ્યભિચાર તરફ ધકેલી રહ્યું છે. સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ”.

જોકે ચંદ્રગોવિંદ દાસનો આ વીડિયો આજે નહિ, પણ છ વર્ષ જૂનો છે. બે વર્ષ પહેલાં આ જ વીડિયો વાઇરલ થયો હતો અને ત્યારે પણ લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી.

વીડિયો ફરીથી વાઇરલ થયા બાદ ચંદ્રગોવિંદ દાસે જાહેર માફી માગતા સ્પષ્ટતા પણ કરી છે. તેમણે કહ્યું, “વીડિયોમાં જે સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું એ ખાસ કરીને દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો મારો રોષ હતો. હું કોઈ વ્યક્તિ, સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો. વિશેષ રીતે 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે, તેવી કલમ જે સંવિધાનમાં ઉમેરી છે એ બાબતે મને રોષ હતો, પણ મારા હૃદયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી છતાં પણ જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માગું છું”.

આ પણ વાંચો, Gujarat Police Recruitment: બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતી કાલે લેખિત પરીક્ષા યોજાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *