Surat: સુરત એસટી વિભાગને હોળી ફળી, એક્સ્ટ્રા બસો દોડાવી રૂ. 50 લાખની આવક રળી

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે વિવિધ જિલ્લાઓમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં હોળીને લઇ એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી છે. જેમાં હોળી ધૂળેટીના બે દિવસોને લઇ STએ 323 એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું છે.

આ બાબતે એસટી વિભાગના વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે બે દિવસની અંદર 2 દિવસમાં 323 વધારાની બસો ફાળવવામાં આવી છે. જેમાં આ બસોમાં 19 હજારથી વધારે મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યારે આ મુસાફરોને લઇ એસટી વિભાગને 50 લાખ જેટલી વધુ આવક થઇ છે. આ ઉપરાંત આગામી દિવસોને લઇ 220 જેટલી બસોનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા કુલ 550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.

અધિકારીના જણાવ્યા મુજબ 550 બસ ઉપરાંત વધુ બસ દોડાવવાનું આયોજન કરવું પડશે તો કરવામાં આવશે. ત્યારે સુરત થી દાહોદ, પંચમહાલ, ગોધરા, ઝાલોદ સહિતના વિસ્તારોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. અને કોઇ પણ મુસાફરોને અગવડતા ન પડે તે રીતે સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, Rajkot: રાજકોટની SOS સંસ્થામાં રેગિંગની ઘટના, સાથી વિદ્યાર્થીઓએ કિશોરને પટ્ટા વડે ઢોર માર માર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *