Surat: સાયબર સિક્યુરિટી અંગે જાગૃત કરતું નાટક પ્રસ્તૂત કરવામાં આવ્યું

સુરતમાં સાયબર સિક્યુરિટી અંગે લોકોને જાગૃત કરવા માટે “ગમનનો ગોટાળો” નામનું નાટક પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું. આ નાટક હેમંત કુમાર હસમુખ લાલ વકીલના પરિવાર દ્વારા પ્રસ્તૂત કરવામાં આવ્યું હતું. યશ ઉપાધ્યાય, પીયૂષ ભટ્ટ, દેવ આઠવલે, ભાવના વકીલ, શ્વેતા ચૌહાણ, ડૉ. પ્રિયલ શુક્લ અને ડૉ. સ્નેહલ વકીલે વિવિધ પાત્રો ભજવીને લોકોને સાયબર સિક્યુરિટી અંગે જાગૃત કર્યા હતા. આ નાટક સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશનના થિયેટર કાફે તરફથી ૨ માર્ચ ૨૦૨૫ ના રોજ ભજવવામાં આવ્યું હતું.

આ એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક હાસ્ય નાટિકા છે. જેમાં ગમન નાના મોટા વ્યાજ વટાવ ના ધંધાથી ગમે તે રીતે લોકોની જમીન દાગીના વગેરે પચાવી પાડી અમીર બને છે. તેને સતત યેન કેન પ્રકારેણ કરોડપતિ બનવાના કોડ છે. જ્યારે મગન ગભરુ અને સામાન્ય બેન્કમાં નોકરી કરતો તેનો ખાસ મિત્ર છે. અને સતત તેની ચિંતા સેવતો ગભરાયા કરે છે. અને વિવિધ ગોટાળા કરતો ગમન અચાનક પોતે ગોટાળે ચડે છે તેની હાસ્ય પ્રસ્તુતિ અહીં વેધક રીતે રજૂ થઈ લોક જાગૃતિ નું માધ્યમ બની સંદેશો આપે છે.

આ નાટક નુ કથાબીજ ડૉ.સ્નેહલ હેમંત કુમાર વકીલના દ્વારા આપવા માં આવ્યું છે જે આશરે ૨૫ વર્ષ થી સાયબર સિક્યુરિટી સાથે સંકળાયેલ છે અને તમને નેશનલ તથા ઇન્ટરનેશનલ લૉ એન્ફોરસિમેન્ટ એજન્સીસ ને ટ્રેનિંગ આપી છે અને સાયબર કેસેસ સોલ્વ કરવા માં મદદ કરી છે . નાટક ના અંત માં ડો વકીલના ના જણાવ્યા મુજબ વિશ્વ માં ૧૦.૫ ટ્રિલિયન usd નું વાર્ષીક નુકસાન સાયબર ક્રાઈમ થી થાય છે તથા ખાલી ભારત માં રોજના ૭૦૦૦ સાયબર ક્રાઇમ કોમ્પલેન નોંધાય છે. ગુજરાત ની વાત કરીએ તો ૨૦૨૪ લગભગ રુપિયા ૨૮૫. ૭૨ crore ક્રિમિનલ ના બેંક એકાઉન્ટ માં ફ્રીઝ કરવા માં આવ્યા હતા તથા ૧૦૮.૦૮ crore વિક્ટિમ ને રિફંડ આપવા માં આવ્યા હતા. તથા સોશિયલ મીડિયા માં આપણે પાસવર્ડ માં હંમેશા એક સ્પેસ એડ કરાવી જોઈએ અને આપણી પાસે બચાવ માટે ૩ ચાવી છે સિક્યુરિટી એટલે મીનીમમ ટુ સ્ટેપ વર્ફીવિકેશન, પ્રાઈવસી જેમાં આપણે ચેક કરી શકીએ કે આપણા એકાઉન્ટ માં કયા ડીવાઈસ થી લોગીન કરવા માં આવ્યું છે અને રિપોર્ટિંગ જેમાં અગર કોઈ પ્રોબ્લેમ હોઈ તો આપણે ડેવલપર્સ તથાં બેંક ને રીપોર્ટ કરીએ અને ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in પર કોમ્પલેન કરીયે.
આ પણ વાંચો, આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે એકદમ સરસ, જાણો અન્ય લોકો એક ક્લિક પર