Waqf Bill: વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે ન આપ્યો, કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્ર સરકારને કાયદા પર જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતા કહ્યું કે સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી.
CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બેન્ચે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને સમાવવાની જોગવાઈ પર નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે.
આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે. 16 એપ્રિલના રોજ બે કલાક લાંબી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ, કાયદાને રોકવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું- એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસા કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું.
ગુરુવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો. કેન્દ્રને એક અઠવાડિયામાં આનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વક્ફ મિલકતની સ્થિતિ બદલાશે નહીં. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. આ સાથે, આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો થશે નહીં.
આ પણ વાંચો., Surat: સુરત શહેરમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત્, ત્રણ લુખ્ખાઓએ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો