હવે સંતાનોએ માતા-પિતાની સેવા કરવી જ પડશે!:જો સારસંભાળ નહીં રાખે તો સંપત્તિ પરત કરવી પડશે:સુપ્રીમ કોર્ટ

વૃદ્ધ માતાપિતા પાસેથી મિલકતો તેમના નામે ટ્રાન્સફર કરી લે અથવા તેમની પાસેથી ભેટો મેળવ્યા પછી તેમને તરછોડી દે એવા સંતાનોએ સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. હવે જે બાળક આવું કરશે તેનું આવી બનશે. માતા-પિતા તરફથી ભેટ અથવા મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમને તરછોડી દેનારા સંતાનોએ હવે ભારે કિંમત ચૂકવવી પડશે. આવા સંતાનોએ મિલકત અથવા ભેટ અથવા બંને પરત કરવા પડશે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા-પિતાની કોઈપણ કિંમતે સારસંભાળ રાખવી પડશે. તેમને તેમના નસીબ પર છોડી દેવા ખૂબ મોંઘું પડશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઐતિહાસિક અને પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં માતા-પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે, કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, હવે સંતાનોને માતા-પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા-પિતાનું ધ્યાન નહી રાખે કે અથવા તેમની જરૂરિયાતો પુરી કરશે નહીં કરે તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પાછી લઇ લેવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *