Site icon Time News

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025”નું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે થી 31 મે 2025 દરમિયાન “Summer Science Enrichment Programme – 2025”નું આયોજન થઈ રહ્યું છે. 14 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ: શુલ્ક છે અને તેમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી આધારિત વિવિધ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં દરેક દિવસે અલગ વિષય પર વર્કશોપ્સ રહેશે જેમ કે બ્લોક કોડિંગ, રોબોટિક્સ, IoT, 3D મોડેલિંગ અને પ્રિન્ટિંગ, ઓરિગામી દ્વારા ગણિત, ફન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન અને એરોડાયનામિક્સ, મોડેલ રોકેટ્રી અને ક્રિએટિવ ટોય મેકિંગ વગેરે.

પ્રતિદિન બે સત્રો યોજાશે – સવારે 11:00 થી 1:00 અને બપોરે 2:00 થી 4:00 કલાકે. દરેક વર્કશોપ માટે માત્ર 50 બેઠકો ઉપલબ્ધ છે અને રજીસ્ટ્રેશન પ્રથમ આવનારને પ્રથમ સેવા આધારિત રહેશે. રજીસ્ટ્રેશન માટે ઉમેદવારોએ ગુજરાત સાયન્સ સિટીની વેબસાઈટ પર ઓનલાઇન નોંધણી કરાવવી પડશે. વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.

વિગતવાર કાર્યક્રમ શેડ્યુલ અને નોંધણી માટે મુલાકાત લો: https://sciencecity.gujarat.gov.in

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં બની દુર્ઘટના, ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version