Ahmedabad: અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં બની દુર્ઘટના, ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

અમદાવાદના દાણીલીમડા ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઊતરેલા ત્રણ યુવક સુનીલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનાં મોત નીપજ્યાં છે. ડાઈઝ વોશિંગ પ્લાન્ટમાં ગેસ ગળતર થયો હોવાનું સામે આવ્યું છે જેમાં 3 શ્રમિકોના મોત નિપજ્યા છે.
MS ક્રિએસન કંપનીમાં ગેસ ગળતર થતાં ત્યા કામ કરતા 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. ઘણા સમયથી કંપની બંધ હતી અને તે ફરી શરૂ કરવા માટે આ શ્રમિકો સાફસફાઈ કરી રહ્યા હતા. કચરાની ટાંકી સાફ કરવા જતા દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. પીરાણામાં ખ્રિસ્તી કબ્રસ્તાન પાસે આ બનાવ બન્યો છે. ત્રણેય યુવકના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે. હાલ તો ત્રણેય યુવકનાં પરિવારજનો મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યાં છે. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે. ત્રણેય યુવક 25-30 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
આ પણ વાંચો, RBI આપવા જઈ રહી છે મોટી ભેટ, રેપો રેટમાં 0.75%નો થઈ શકે છે ઘટાડો