પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા

Oplus_131072

શનિવારે સાંજે (4 જાન્યુઆરી, 2025) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ચાલતી બસમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં એક પેસેન્જર વાહન અને પોલીસના વાહનને ટક્કર મારી હતી. ન્યૂઝ એજન્સી IANS અનુસાર બસમાં થયેલા વિસ્ફોટમાં 8 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના યુવાનો છે. આ હુમલાએ અમને ફેબ્રુઆરી 2019માં ભારતમાં પુલવામા હુમલાની યાદ અપાવી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ CRPFના કાફલામાં સામેલ એક વાહનને વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે ટક્કર મારી હતી.

અહેવાલ મુજબ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક કાર્યાલયના જનસંપર્ક અધિકારી રાબિયા તારિકે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, કરાચીથી તુર્બત જઈ રહેલી બસને નવા બહમાન વિસ્તારમાં નિશાન બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *