વિદ્યાર્થીની હત્યાનો મામલો: સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધવા ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ મંજૂરી માંગી

અમદાવાદની  સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા કરવામાં આવી હતી. આ  વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધશે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ પાસે મંજૂરી માંગી છે. તો બીજી તરફ સ્કૂલની બેદરકારીને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ સ્કૂલને આરોપી બનાવશે.

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં એક સપ્તાહ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારને લઇને મંગળવારે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના નયન સંતાણીની તિક્ષ્ણ હથિયારથી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ધોરણ 8માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઘાતક હુમલો કર્યો હતો. આ બનાવને લઇને સ્કૂલ  સંચાલકોની બેદરકારી છતી થઇ છે કારણ કે એક સપ્તાહ પહેલા થયેલી તકરારની નોંધ લઇને વિદ્યાથીઓના વાલીઓને બોલાવીને તેમની સાથે વાતચીત કરીને ધ્યાન રાખ્યું હાત તો નિદોર્ષ બાળકનો જીવ બચી ગયો હોત.

શાળામાં થયેલી વિદ્યાર્થીની હત્યાના મામલે આજે બીજા દિવસે વાલીઆમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને  તેને લઇને આજે સર્વ સમાજના લોકોની મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને સ્કૂલની માન્યત દર કરવા તથા જવાહદારો સામે દાખલરૃપ કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહી રેલીમાં સુત્રોચ્ચારો સાથે ઉગ્ર દેખાવો કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું થતાં પોલીસ ૧૦૦થી વધુ લોકની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *