મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

 ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવાર, 9 માર્ચે ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 લાલ નિશાન પર ટ્રેડ કરતા ખુલ્યા હતા.

30 શેરવાળો BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 1862.15 પોઈન્ટ અથવા 2.36 ટકા ગગડ્યો હતો. સેન્સેક્સે દિવસની શરૂઆત 77,056.75 ના સ્તરે કરી હતી. તેવી જ રીતે, NSE નિફ્ટી 50 માં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 એ 582.40 પોઈન્ટ અથવા 2.38 ટકાના ઘટાડા સાથે 23,868.05 ના સ્તરે ઓપનિંગ કર્યું હતું. સવારે લગભગ 9:20 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 2301 પોઈન્ટના ઘટાડા સાથે 76,617 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 એ 687 પોઈન્ટ ગુમાવીને 23,762 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.BSE બાસ્કેટમાંથી ઇન્ડિગો, ટાટા સ્ટીલ, મારુતિ, એટરનલ અને L&T ટોપ લૂઝર્સ રહ્યા હતા.

શુક્રવારે બજાર કેવું હતું?

નિફ્ટી 100, નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી FMCG, નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી IT ના શેરોમાં તેજી નોંધાઈ હતી. શુક્રવારના કારોબારી દિવસે BSE બાસ્કેટમાંથી 6 શેર લીલા નિશાન પર બંધ થયા હતા અને 24 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

ભારતીય શેરબજારમાં શુક્રવાર, 6 માર્ચના કારોબારી દિવસે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 લાલ નિશાન પર ટ્રેડ કરતા બંધ થયા હતા. સેન્સેક્સ 1097.00 પોઈન્ટ અથવા 1.37 ટકાના ઘટાડા સાથે 78,918.90 ના સ્તરે અને NSE નિફ્ટી 50 એ 315.45 પોઈન્ટ અથવા 1.27 ટકા ગગડીને 24,450.45 ના સ્તરે બંધ થયા હતા.

BSE બાસ્કેટમાંથી રિલાયન્સ, સન ફાર્મા, NTPC અને HCL ટેક ટોપ ગેનર્સ રહ્યા હતા. ટોપ લૂઝર્સની વાત કરીએ તો એટરનલ, ICICI બેંક, એક્સિસ બેંક, HDFC બેંક અને બજાજ ફિનસર્વ રહ્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *