સ્કાય બ્લૂ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં ‘ચાંદની’ બની શ્રીલીલા

સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ રોબિન હૂડને કારણે ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ સાડી લુકમાં પોતાની તસવીરો શેર કરી છે. ‘પુષ્પા 2’ માં ‘કિસિક’ ગીતને પોતાના દમદાર સ્ટેપ્સથી ધૂમ મચાવનાર શ્રીલીલા પોતાની સુંદરતાથી ચાહકોને મોહિત કરે છે. આ અભિનેત્રી પોતાના ફોટાથી ચાહકોના દિલ જીતી લે છે.

તાજેતરમાં તેણીએ સાડીમાં પોતાના ફોટા શેર કર્યા છે જેના પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી. શ્રીલીલા સ્કાય બ્લૂ નેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.

શ્રીલીલાએ સાડીને મેચિંગ બેકલેસ બ્લાઉઝ સાથે જોડી બનાવી છે. બ્લાઉઝની સ્લીવ્ઝ સાથે મલ્ટી લેયર મોતીના તાર જોડાયેલા છે.

નેટ સાડી સાથેનો આ મોતી ડિઝાઇન કરેલો બ્લાઉઝ તેના લુકમાં વધારો કરી રહ્યો છે. દરમિયાન તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા

એક તસવીરમાં શ્રીલીલા બન સાથે તેના બેકલેસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસવીરો જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.