અમદાવાદ: પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પુત્રએ સાવકા પિતાની કરી હત્યા, ચપ્પુના ઉપરાછાપરી ઘા માર્યા

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પુત્રએ સાવકા પિતાની ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં વસ્ત્રાલમાં શિવમ આવાસ યોજનામાં હત્યાનો બનાવ બન્યો હતો. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પુત્રએ સાવકા પિતાની હત્યા કરી હતી. પુત્રએ સાવકા પિતા ઉપર ઉપરાછાપરી ચપ્પુના ઘા માર્યા હતા.
મિનેષ જોષી નામના આધેડની સાવકા પુત્રએ હત્યા કરતા પુત્ર અલ્પેશ જોષી સામે માતાએ જ ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી હતી. પત્ની સાથેના પ્રેમસંબંધને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ પહેલા વસ્ત્રાપુરમાં કેનેડાથી આવેલા એક વૃદ્ધની લાશ તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. પોલીસ તપાસમાં એક સ્પામાં કામ કરતી મહિલાએ વૃદ્ધની ચોરીના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.