State Monitoring Cell: 24 કલાકમાં જ SMCએ NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા, અત્યાર સુધીમાં 4.14 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Oplus_131072

સ્ટેટ મોનીટરીંગ સેલે ૨૪ કલાકમાં અમદાવાદના જુહાપુરા, પાટણ અને સુરત શહેરમાં દરોડા પડી NDPSના વધુ ત્રણ કેસ દાખલ કર્યા છે. SMC પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધી ચાર મહિનામાં 12 મોટા NDPSના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીમાં આ સફળતા હાંસલ કરાઇ છે.

SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશ તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું.

આ પણ વાંચો, રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, 22 મેથી આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *