
બોલિવૂડ જગત અને સંગીત પ્રેમીઓ માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની શાન ગણાતા લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને શનિવારે હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો છે. તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ત્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન કે પરિવાર તરફથી હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર અપડેટ કે પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર મળતા જ હોસ્પિટલ બહાર મીડિયા અને પાપારાઝીની ભીડ જમા થઈ ગઈ છે અને તેમના અસંખ્ય ચાહકોમાં ભારે નિરાશા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આશા ભોંસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. 8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદાર કારકિર્દીમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે. આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદાથી દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે 70 થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા ખુલાસા! 😳
ગંભીર આક્ષેપોએ રાજકારણમાં મચાવ્યો ખળભળાટ…https://www.instagram.com/reel/DXB0yBojjVN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== શું છે આ આખી હકીકત? કોણ છે પાછળ?
👉 સત્ય જાણવા માટે આ વીડિયો જરૂર જુઓ!
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
