Site icon Time News

વ્હાઇટ હાઉસ પાસે અંઘાઘૂર ફાયરિંગ, ટ્રમ્પ અંદર હાજર હતા:સુરક્ષા દળોએ શંકાસ્પદને ગોળી મારી

અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા.

અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના શંકાસ્પદ હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી, જ્યાં US સીક્રેટ સર્વિસના અધિકારીઓ તૈનાત હતા. અધિકારીઓની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

આ ગોળીબારમાં એક સામાન્ય નાગરિક પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. અધિકારીઓનું કહેવું છે કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેને હુમલાખોરની ગોળી વાગી કે જવાબી ફાયરિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો. ઘાયલની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટનાના થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં એક ઇરાકી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તે ઈરાની સેના સાથે જોડાયેલો હતો. આરોપી પાસેથી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત ઘરની બ્લૂપ્રિન્ટ એટલે કે નકશો પણ મળી આવ્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://બસ હવે થોડાં જ દિવસો બાકી! પછી ચોમાસું આવ્યું સમજો, IMDએ આપ્યાં ગુડ ન્યૂઝ

Exit mobile version