મતદાન પહેલા ચોંકાવનારા સમાચાર, આપના ફન્ડિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ વખતે રાજ્યમાં ઘણી જગ્યાએ ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા હવાલા કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઉમરા પોલીસને બાતમી મળી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરતમાં આપ માટે દિલ્હીથી હવાલા મારફતે ફંડ આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રા નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. પોલીસે પ્રમાણે દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણા મોકલતો હતો. અરવિંદ આંગડિયા પેઢીમાં છેલ્લા પાંચ-છ મહિનામાં કટકે-કટકે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી મોકલવામાં આવ્યાનું સામે આવ્યું છે.
દિલ્હીથી આંગડિયા દ્વારા સુરતમાં નાણા ક્યા કામ માટે મોકલવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ થયો તેની તપાસ પોલીસે શરૂ કરી છે. આ સિન્ડિકેટમાં 8-10 લોકો સામેલ હોઈ શકે છે. આ મામલે ઉમરા પોલીસમાં જાણવા જોગ નોંધાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા આપનું હવાલા કૌભાંડ સામે આવતા રાજનીતિ ગરમાઈ છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ હવાલામાં સામેલ લોકોને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી શકે છે. બીજીતરફ નાણાનો મામલો હોવાને કારણે આવકવેરા વિભાગ પણ હરકતમાં આવ્યું છે. સુરત સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે પૈસા મોકલવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.આંગડિયા પેઢીમાં પૈસા લેવા જતાં આકાશ મિશ્રા અને અજય તિવારીના સીસીટીવી વાયરલ થયા છે. દિલ્હીથી આ ફંડ જેને મોકલાતું તે આકાશ મિશ્રા (દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂક્યો છે). આકાશ મિશ્રા અને અજય તિવારી આ રકમનો ઉપયોગ ચૂંટણીના કામકાજમાં વાપરતા હતા. પોલીસ આંગડિયા પેઢીનો રેકોર્ડ પણ તપાસી રહી છે. આ સાથે હિમાંશુ પાહુજાનો અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
મહેસાણા હાઈવે પર જોખમી સવારી…-https://www.instagram.com/reel/DXWMzt4jemg/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ફરી વધી ગયા LPG સિલિન્ડરના ભાવ ? બુકિંગ કરતા પહેલા ચેક કરી લો આજનો ભાવ