Weather update: આ વર્ષે આકરી ગરમીની આગાહી, 74 દિવસમાંથી 44 દિવસ રહેશે હીટવેવ

અમદાવાદમાં આ વર્ષે આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે આકરી ગરમી પડશે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે એપ્રિલથી જૂન સુધીના 3 મહિનામાં બાકી રહેલા 74 દિવસમાંથી 44 દિવસ હીટવેવ રહી શકે છે. એપ્રિલના 17 દિવસમાંથી 13 દિવસ હીટવેવની અસર હતી. જયારે હજુ 12 દિવસ હીટવેવ રહેવાની આગાહી છે. મેના 26 દિવસ, જૂનમાં 7 દિવસ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી કે તેથી પણ વધુ રહેવાનું અનુમાન છે. 18થી 24 મે દરમિયાન સૌથી વધુ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

2023માં એપ્રિલથી જૂનમાં 26 દિવસ જ્યારે 2024ના આ સમયગાળા દરમિયાન 38 દિવસ હીટવેવની અસર રહી હતી. ચાલુ વર્ષે 10 એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 17માંથી 13 દિવસ સુધી એક પણ દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે ગયો નથી. ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. એકાદ દિવસ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. જો કે જૂન સુધી ગરમીમાંથી કોઈ વિશેષ રાહત મળવાની શક્યતાઓ નહીવત છે.

અમદાવાદમાં ગરમીના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DEOએ મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 1થી 8 અને બાલવાટીકાના બાળકો માટે સ્કૂલનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવાનો DEOએ આદેશ આપ્યો હતો. ગરમીનું પ્રમાણ વધતા અને ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી ઉપરાંત અસહૃ તાપ, લૂને લીધે હિટવેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી હતી. પરંતુ ઘણી સ્કૂલોએ સમયમાં ફેરફાર ન કર્યો અને બપોરના સાડા 12 વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય અને બપોરની પાળીમાં બાળકોને બોલાવતા હોવાની અનેક વાલીઓએ ફરિયાદો કરી હતી. જે બાદ DEOએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી શાળાનો સમય બપોરના 12 વાગ્યા સુધી રાખવા માટે સૂચના આપી છે.  ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં ખુ્લ્લામાં કોઈ કાર્યક્રમ ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.                                                                                            

આ પણ વાંચો, Horoscope: આજે શુક્રવાર, જાણો કેવો રહેશે આજે 12 રાશિના જાતકોનો આજનો દિવસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *