Budget session: બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત, લોકસભામાં મણિપુર પર સ્થગન પ્રસ્તાવ લઇને આવી કોંગ્રેસ

બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે અને આ સત્ર સોમવારથી શરૂ થઇને 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ મણિપુરને લઇને બજેટ રજૂ કરવાના છે. સાથે જ વકફ બોર્ડ સંશોધન બિલ પર પણ સંસદની મોહર લગાવવામાં આવી શકે છે. બીજી તરફ વિપક્ષ મણિપુરમાં ભડકેલી હિંસા, પરિસીમન અને ભાષા વિવાદને લઇને કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાના આદેશ પર પ્રશ્નકાળ શરૂ થયો છે. રાજ્યસભામાં સ્વર્ગીયોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તમામ સભ્યોએ બે મિનિટનું મૌન રાખ્યુ હતું. આ સિવાય ઉચ્ચ સદનમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વકફ સંશોધન બિલ પર ફોકસ

સત્ર દરમિયાન સરકાર વકફ સંશોધન બિલ પ્રસાર કરવા પર ભાર આપશે. સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ કહ્યું હતું કે સરકાર વકફ સંશોધન બિલને જલદી પસાર કરાવવા માંગે છે કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કેટલાક મુદ્દા હલ થશે. સંસદની સંયુક્ત સમિતિએ વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે બિલ પર પોતાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરી દીધો છે.

આ પણ વાંચો, ટીમ ઇન્ડિયાની જીત બાદ ઇન્દોરમાં બે જૂથ વચ્ચે અથડામણ,પેટ્રોલ બોમ્બ ફેંક્યા, દુકાનો સળગાવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *