Site icon Time News

રશિયાએ યુક્રેન પર 60થી વધુ ઘાતક મિસાઇલોથી કર્યો હુમલો, કિવમાં ભારે વિનાશ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. રશિયાએ યુક્રેનના અનેક મુખ્ય શહેરો પર અત્યાર સુધીનો સૌથી તીવ્ર અને વિનાશક બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાજધાની કિવ, તેમજ ખાર્કિવ, ઝાપોરિઝ્ઝિયા, ડિનિપ્રો અને કામિયાન્સ્કે સહિત મુખ્ય શહેરો વિસ્ફોટોથી હચમચી ગયા છે. આ વિશાળ, રાતોરાત હુમલામાં માત્ર લશ્કરી સ્થાપનો જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

નોન-સ્ટોપ વિસ્ફોટો વચ્ચે, કિવના આકાશમાં વિચિત્ર અને ભયાનક તેજસ્વી ચમકારા જોવા મળ્યા. હુમલા પછી તરત જ, સ્ટારોકોસ્ટિયાન્ટિનીવ એર બેઝ પર આગ લાગવાના અહેવાલો સામે આવ્યા, જેનાથી સમગ્ર દેશમાં અરાજકતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અગાઉ ચેતવણી આપી હતી કે રશિયા એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે, અને આ હુમલો તે તૈયારીઓનું સીધું પરિણામ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સની બલ્લે-બલ્લે

Exit mobile version