Gandhinagar: ‘હડતાળ સમેટી લો નહીં તો સરકાર પગલાં ભરશે’, આરોગ્ય કર્મીઓના આંદોલન પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષથી ના સંતોષાતા સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં અલગ અલગ રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.

મારી એટલી અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવામાં જતા હોય, પીડિતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઇને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી. મારી અપીલ છે કે તેઓ હડતાળ વહેલી તકે સમેટી લે નહીં તો સરકારને પણ યોગ્ય પગલા લેવાની ફરજ પડશે.

આરોગ્ય કર્મીઓની અટકાયત

ગાંધીનગરમાં વિવિધ માંગોને લઇને આંદોલન કરતા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રમુખ રમજીતસિંહ મોરી સહિતના કર્મીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પડતર પ્રશ્નો મુદ્દે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મીઓ કામથી અળગા રહ્યાં હતા.

કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ પરમારે કહ્યું કે, ચૂંટણી પહેલા સરકારે આરોગ્ય કર્મીઓના 4 માગણી સ્વીકારી હતી પણ 2 વર્ષ વીતી ગયા બાદ પણ સરકાર તેની અમલવારી કરતી નથી.

આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.

આ પણ વાંચો, Ahmedabad: શહેરકોટડા પોલીસની અસામાજીક તત્ત્વો વિરૂદ્ધ કાર્યવાહી, ગેરકાયદે બાંધકામો તોડ્યા, વીજજોડાણ કાપ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *