Site icon Time News

ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

શેરબજારની સાથે સાથે રૂપિયામાં પણ મંદીનું જોર વધ્યું છે. આજે રૂપિયો ફરી ડોલર સામે 37 પૈસા તૂટી 86.41ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો છે. ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે.

અમેરિકન ડોલર સામે રૂપિયો 37 પૈસા તૂટી 86.41ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો આજે ડોલર સામે 86.12ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી 86.41 થયો હતો. જે શુક્રવારે 86.04 પર બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ 1.44 ટકા વધી 80.91 ડોલર પ્રતિ બેરલ થયું છે. જેણે રૂપિયા પણ ફુગાવાનું પ્રેશર વધાર્યું છે.

મોંઘવારી વધશે

રૂપિયાની વધતી નબળાઈ દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો સર્જી શકે છે. ક્રૂડના વધતાં ભાવો અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં 80 ટકા આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી પાછા આસમાને પહોંચી શકે છે. વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પર પણ બોજો વધશે. તદુપરાંત આયાત થતાં ઓટો- પાર્ટ્સ, સેમી કંડક્ટર ચીપ્સ પણ મોંઘી બનતાં ઈલેક્ટ્રોનિક્સ, વાહનોના ભાવ વધશે.ટેક્સટાઈલ, ફાર્મા, આઈટી, કૃષિ સહિતના ક્ષેત્રમાં નિકાસકારોને ડોલરની મજબૂતાઈનો લાભ મળશે. ડોલર 2022 બાદની રેકોર્ડ ટોચે ક્વોટ થઈ રહ્યો છે. જેના લીધે સેવા નિકાસની કમાણી પણ વધશે.

Exit mobile version