સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

 સિડની ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્માએ નિવૃત્તિ પર મૌન તોડ્યું. ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા રોહિતને સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે હવે હિટમેન નિવૃત્તિના આરે છે અને તે આ શ્રેણી બાદ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહીદેશે. જોકે હવે રોહિતે નિવૃત્તિ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સિડની ટેસ્ટ વચ્ચે વાત કરતી વખતે, રોહિતે તેના તરફથી સ્પષ્ટ કર્યું છે કે તેની નિવૃત્તિની કોઈ યોજના નથી. તે અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી. એટલે કે હિટમેને સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિ નહીં લે. આ સિવાય રોહિતે  પોતાના કમબેકની આશા પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તે ફોર્મમાં પાછો આવશે.

રોહિતે સિડની ટેસ્ટના બીજા દિવસના પ્રથમ સત્ર બાદ કહ્યું, બહાર લેપટોપ, પેન અને કાગળ લઈને બેઠેલા લોકો નક્કી નહીં કરે કે મારે ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *