ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો

ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે રાજ્ય સરકારે શરતોને આધિન દારૂ પીવાની છૂટછાટ આપ્યા પછી અહીં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે ગઈકાલે, 11 માર્ચે, ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દરોડો પાડી આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ (મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી નજીક, રાજકોટ અને મૂળ વતન મોરબી)ની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

દરોડા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ 10 માર્ચથી આ ફ્લેટમાં ‘Airbnb’ એપ્લિકેશન મારફતે રહેતો હતો. તે રોજના લગભગ 3,000 રૂપિયાના ભાડે અહીં રોકાયો હતો, જે પ્રમાણે માસિક ભાડું 90 હજાર રૂપિયાથી વધુ થાય છે. ફ્લેટના ભાડાનું ચુકવણી પણ તેણે ઓનલાઈન ‘Google Pay’ દ્વારા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

સર્ચ દરમિયાન ગાંજો મળ્યો પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે ગઈકાલે(11 માર્ચ) રાતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન બેડરૂમમાં રાખેલી નાઇકીના સિમ્બોલવાળી બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.જેના પગલે ઘટનાસ્થળે એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું.

વડોદરામાંથી ગાંજો ખરીદ્યો હતો પોલીસે 26.11 લાખનો ગાંજો, 4000 રૂપિયા રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને લગ્ન કરવા ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી, સ્પે. મેરેજ એક્ટ હેઠળ આપ્યો ચુકાદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *