LPG cylinder prices reduced: મે મહિનાના પ્રથમ દિવસે લોકો માટે રાહતના સમાચાર, સતત બીજા મહિને ઘટ્યા એલપીજી સિલિન્ડરના ભાવ

મે મહિનાના પ્રથમ દિવસે લોકોને સસ્તા ભાવની ભેટ મળી છે. વાસ્તવમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 1 મેથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 14.50 રૂપિયા સસ્તો થયો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.  કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1851 રૂપિયા, મુંબઈમાં 1699 રૂપિયા અને ચેન્નઈમાં 1906 રૂપિયા થઈ ગઈ છે. આજથી 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયા, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નઈમાં 868.50 રૂપિયા છે. અગાઉ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલે અપડેટ કરવામાં આવ્યા હતા. તે સમયે સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.

દેશભરમાં 32.9 કરોડ એલપીજી કનેક્શન છે, જેમાંથી 10.33 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આવે છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને પ્રતિ સિલિન્ડર 300 રૂપિયા સુધીની સબસિડી આપે છે. આ વર્ષના બજેટમાં એટલે કે નાણાકીય વર્ષ 26ના બજેટમાં સરકારે LPG સબસિડી માટે 11,100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

આ પણ વાંચો, Pakistan: ભારતના એક્શનથી ઉડી પાકિસ્તાનની ઊંઘ, ISI ચીફ આસિમ મલિકને બનાવ્યા NSA

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *