અમદાવાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા વાંચી લેજો; અનેક ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કેન્સલ થનાર ટ્રેનોનું લિસ્ટ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સુરક્ષા તથા સંચાલન કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ–પાલનપુર ખંડ પર  સાબરમતી ડી કેબિન ખાતે નવી ‘વાય-કનેક્ટિવિટી’ના કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય કરવામાં આવશે. આ કાર્ય તારીખ 14 એપ્રિલ, 2026 (મંગળવાર) ના રોજ સાબરમતી – ખોડિયાર ખંડ વચ્ચે કરવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થતાં ટ્રેનોની અવરજવર વધુ સુગમ અને ઝડપી બનશે, માર્ગ ક્ષમતામાં વધારો થશે, સંચાલનમાં લચીલાપણું આવશે તથા સમયપાલનમાં સુધારો થશે, જેના કારણે મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સેવા મળશે. આ કાર્યને કારણે નીચેની ટ્રેનો પ્રભાવિત રહેશે:

રદ ટ્રેનો:

  • ટ્રેન નંબર 69249 (સાબરમતી – કટોસણ રોડ) તારીખ 13 અને 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 69250 (કટોસણ રોડ – સાબરમતી) તારીખ 14 અને 15 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79433 (સાબરમતી – પાટણ) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79434 (પાટણ – સાબરમતી) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79435 (સાબરમતી – પાટણ) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79436 (પાટણ – સાબરમતી) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79431 (સાબરમતી – મહેસાણા) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 79432 (મહેસાણા – સાબરમતી) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 

આંશિક રીતે રદ ટ્રેનો:

  • ટ્રેન નંબર 14822 (સાબરમતી – જોધપુર) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ સાબરમતી – આબુરોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
  • ટ્રેન નંબર 14821 (જોધપુર – સાબરમતી) તારીખ 13 એપ્રિલ, 2026ના રોજ આબુરોડ – સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટર્મિનલ પરિવર્તન:

  • ટ્રેન નંબર 19032 (યોગનગરી ઋષિકેશ – સાબરમતી યોગા એક્સપ્રેસ) તારીખ 13 એપ્રિલ, 2026ના રોજ સાબરમતી BGના બદલે સાબરમતી જંક્શન (જેલ સાઇડ (SBT)) સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

માર્ગ પરિવર્તન (Diversion):

  • ટ્રેન નંબર 22497 (શ્રીગંગાનગર – તિરુચિરાપલ્લી હમસફર એક્સપ્રેસ) તારીખ 13 એપ્રિલ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર – સાબરમતી ડી કેબિન – સાબરમતી BG – સાબરમતી એ કેબિનના બદલે બદલાયેલા માર્ગ ખોડિયાર – ચાંદલોડિયા બી કેબિન – સાબરમતી એ કેબિન થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 20902 (ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ) તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર – સાબરમતી ડી કેબિન – સાબરમતી BG – સાબરમતી એ કેબિનના બદલે બદલાયેલા માર્ગ ખોડિયાર – ચાંદલોડિયા બી કેબિન – સાબરમતી એ કેબિન થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 20960 (વડનગર – વલસાડ ઇન્ટરસિટી) તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર – સાબરમતી ડી કેબિન – સાબરમતી BG – સાબરમતી એ કેબિનના બદલે બદલાયેલા માર્ગ ખોડિયાર – ચાંદલોડિયા બી કેબિન – સાબરમતી એ કેબિન થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 20959 (વલસાડ – વડનગર ઇન્ટરસિટી) તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ સાબરમતી એ કેબિન – સાબરમતી ડી કેબિન – ખોડિયારના બદલે બદલાયેલા માર્ગ સાબરમતી એ કેબિન – ચાંદલોડિયા બી કેબિન – ખોડિયાર થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 20901 (મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ) તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ સાબરમતી એ કેબિન – સાબરમતી ડી કેબિન – ખોડિયારના બદલે બદલાયેલા માર્ગ સાબરમતી એ કેબિન – ચાંદલોડિયા બી કેબિન – ખોડિયાર થઈને ચાલશે.

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
👉 આખી ઘટના અને વિગતવાર માહિતી જાણવા અત્યારે જ ક્લિક કરો- https://www.instagram.com/reel/DW_IzsrjodA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: આણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં જામ છલકાયા; ત્રણ મહિલાઓ સહિત 19 નબીરાઓ ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *