Ram Navami: આજે દેશમાં અનેક સ્થળો પર શોભાયાત્રાનું આયોજન, બંગાળ-ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ

વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થઈ ગયા પછી વિપક્ષે તેને સુપ્રીમમાં પડકાર્યું છે તેમજ ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ સહિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ દેશવ્યાપી દેખાવોની ચેતવણી આપી છે. આવા સમયે દેશમાં રવિવારે રામનવમીની ઊજવણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાને મંજૂરી નહીં મળતા હિન્દુ સંગઠનોએ કોલકાતા હાઈકોર્ટમાંથી મંજૂરી મેળવી છે. ત્યારે ભાજપ પ્રદેશઅધ્યક્ષે હુંકાર કર્યો છે કે રામનવમીની ઊજવણી માટે 1.5 કરોડ હિન્દુઓ રસ્તા પર ઉતરશે, જેને પગલે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે પોલીસને એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
રામનવમીના તહેવાર નિમિત્તે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરાશે. અગાઉના સમયમાં આ રાજ્યોમાં રામનવમીએ શોભાયાત્રાઓ પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખતા બધા જ રાજ્યોમાં પોલીસને હાઈ એલર્ટ પર રખાઈ છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પોલીસે શોભાયાત્રાને મંજૂરી આપવાનો ઈનકાર કરતા હિન્દુ સંગઠનોએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે જણાવ્યું છે કે રામ નવમીનો તહેવાર બંગાળમાં હજારો વર્ષથી ઊજવાય છે. હું બધાને આ પર્વના અભિનંદન પાઠવું છું. સાથે જ એ પણ કહેવા માગું છું કે શોભાયાત્રામાં કોઈપણ પ્રકારના અવરોધોને સાંખી નહીં લેવાય. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે આ વર્ષે 1.5 કરોડ હિન્દુઓ રામનવમીની ઊજવણી માટે રસ્તા પર ઉતરશે અને પશ્ચિમ બંગાળમાં 2000 થી વધુ શોભાયાત્રા નીકળશે
આ પણ વાંચો, Gandhinagar: ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે: પ્રફુલ પાનશેરીયા