રાજુ કરપડાની ભવ્ય જીત, આ તાલુકા પંચાયતો પર AAPનો કબજો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ ભવ્ય જીત તરફ છે. જો કે અમૂક જગ્યાએ ગાબડાં પડ્યા છે. રાજ્યભરમાં તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉમેદવારો અને તેમના એજન્ટોને સઘન ચેકિંગ બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે મોનિટરિંગ કરી રહ્યા છે. સીટોની વાત કરીએ તો આજે કુલ 10,005 બેઠકો પર મતગણતરી થશે. તેમાંથી બિનહરીફ થયેલી 736 બેઠકો થઈ છે. આજે જે બેઠકોનું પરિણામ આવશે તે 9,269 બેઠકોનું થનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક

  • રાજુભાઈ કરપડા પ્રથમ રાઉન્ડના અંતે 1400 મતથી આગળ રહ્યા હતા. કુલ 6 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી.
  • અંતિમ પરિણામ મુજબ રાજુભાઈ કરપડા 2533 મતોથી વિજયી જાહેર થયા છે.

  • જૂનાગઢ તાલુકા પંચાયતમાં મોટો અપસેટ 

  • ભાજપ અને આપ ના 9 ઉમેદવાર વિજેતા 
  • ફૂલ 18 બેઠકોનું પરિણામ જાહેર
  • ભાજપના 9 ઉમેદવાર વિજેતા 
  • આપ ના 9 ઉમેદવાર વિજેતા 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદ પાલિકામાં ભગવો લહેરાયો, 15 માંથી 13 પાલિકામાં ભાજપની જીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *