RAJKOT: દ્રશ્યો જોઈને તમારૂ હ્રદય કંપી જશે; 21 બોકળાની બલિ થઈ રહી હતી, વિજ્ઞાન જાથાએ જીવના જાખમે 11 બોકળા બચાવ્યા

રાજકોટના ભાગોળે ગોંડલ ચોકડી પાસે, શિવ હોટલ પાછળની શેરીમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા, મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં 21 પશુબલીમાં 10 બોકળાની પશુબલી થઈ હતી જ્યારે બાકીના 11ની પશુબલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઉભું થયું હતું. ભુવા સહિત પાંચ સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે, ગોંડલ ચોકડીની આગળ દેવીપૂજક સમાજના માંડવામાં 21 પશુઓની બલિ થવાની છે. જેમાં આશરે 1000 શ્રધ્ધાળુંઓ એકઠા થવાના છે. માતાજીની મંજૂરી મળે તે બોકળાની બલિ ચડાવવાની છે. આ માંડવામાં આખી રાત ડી. જે. માંડવો, ધૂણવાનું, ડાકલા વગાડવામાં આવશે. સોમવાર પરોઢે સામુહિક બોકળાનો વધ કરી પ્રસાદ બનાવવામાં આવશે. માહિતી આપનારે બોકળા, ધાર્મિક સ્થાન, છરી, ધારદાર કટાર, ચપ્પુ, વાસણના ફોટા મોકલાવ્યા હતાં. રાત સુધીની ગતિવિધિ જાથાને મોકલી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ખરાઈ કરવા મોડી રાતે પ્રવત્તિમાં સેવા આપતા સદસ્યા ભાનુબેન ગોહિલ, બે કાર્યકરોને સ્થળ ઉપર મોકલ્યાં હતાં. સમગ્ર હકીકત સત્ય માલુમ પડી હતી. પરોઢે પશુબલિ કરવાની છે. મંજુરીની તૈયારી ચાલે છે. બે-ત્રણ સ્થળે બોકળા રાખવામાં આવ્યાં છે. ડી.જે. ડાયરો જોરશોરથી ચાલતો હતો. પાડોશીઓ કે કારખાનેદારો કર્મચારીઓ કામ કરી ન શકે, સૂઈ ન શકે તેવો ઘોંઘાટ ચાલતો હતો. સવારે બલિ આપવાનું નકકી થયું હતું.

જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલ સવારે પહોંચતા ૧૦ બોકળાની બલી ચઢી ગઈ હતી. તેના માથા બોકળાના ધાર્મિક સ્થાનમાં રાખવામાં આવ્યા હતાં. તેના ઉપર અબીલ-ગુલાલ – કંકુ, ફૂલના હાર પહેરાવવામાં આવ્યાં હતાં. વાસણોમાં મટન, લોહી, શરીરના અવશેષો પડયા છે. સાત બોકળાના માથા ધાર્મિક સ્થાનમાં ત્રણ બોકળાના માથા ફળિયાના મેદાનમાં પડયા હતા. બાજુમાં છરા, ચપ્પુ, કટાર, ધૂણવાની સાંકળ, તલવાર વગેરે પડયું હતું. ઘાતક છરા પડયાં હતાં.

સદસ્યા ભાનુબેને સ્થળ ઉપરથી કંટ્રોલને જાણ કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા, તેમણે વાત કરતા પોલીસ સ્ટાફ આવી ગયો. અપુરતો સ્ટાફ હોવાથી કાયદો વ્યયસ્થા માટે આજી ડેમ પોલિસ સ્ટાફ આવી ગયો હતો. જાથાના ચેરમેન જયંત પંડયાની ટીમ પહોંચતા હાજર પોલીસ સ્ટાફ સાથે પરામર્શ કરી સમાજના આગેવાન ભુવા હકુભાઈ સાથે વાત કરી પણ તેમણે અમો કદી પણ પશુબલી બંધ રાખવાના નથી. અમારી માનતા પ્રમાણે પશુબલી થશે જ તેવું રટણ ચાલું રાખ્યુ હતું. જેના કારણે જાથાએ પોલિસ ફરિયાદનું નક્કી કર્યું. જાથાએ ધાર્મિક સ્થાનમાં આટલી ક્રૂરતાપૂર્વકના છરા, ચપ્પા સાધનો બોકળાના ધડ વગેરેથી નારાજગી બતાવી હતી. પરંતુ ભુવાએ મચક આપી ન હતી. પોલિસ કર્મચારીઓ કાયદાની વાત કરી પરંતુ કાને ધરી ન હતી. જાથાની હાજરીમાં કશું જ ઘર્ષણ કે બોલાચાલી સુધ્ધા થઈ ન હતી. સમાજ આખો નિહાળતો હતો. કોઈએ હિંમત કરી ન હતી. ત્યાંથી પોલીસ ફરીયાદ કરવા જાથાની ટીમ ક્ષેમકુશળ નીકળીને પોલિસ સ્ટેશને પહોંચી ગઈ હતી. જયાં મહિલા સદસ્યાની ફરીયાદ લેવાનું નકકી થયું હતું. પરંતુ જાથાની ટીમ નીકળી ગયા બાદ દેવીપૂજક સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

મેટોડા જી.આઈ.ડી.સી.માં રહેતા જાથાના સદસ્યા ભાનુબેન મનસુખભાઈ ગોહિલે પોલિસ ફરીયાદમાં ભુવા હકુભાઈ મેઘજીભાઈ વાળા, મુળજીભાઈ વીરજીભાઈ સાઢમીયા, રોહિતભાઈ ભરતભાઈ સોવેશિયા, પ્રતાપભાઈ કનુભાઈ સોલંકી, અરવિંદભાઈ મુકેશભાઈ સોલંકી સામે વિવિધ કલામો હેઠળ છ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ છ એ શખ્સોની પોલીસે અટકાયતી પગલા લઈ ધરપકડની કાર્યવાહી કરી હતી. જાથાના પ્રયાસથી 11 બોકળાની પશુબલી અટકી હતી. જાથાના કાર્યકરોને પ્રારંભે તે સ્થળે જવા દીધા ન હતા. જે 10 બોકળાની પશુબલી થઈ હતી તેની ક્રુરતા પૂર્વક માનતાના નામે બલી ચડાવાય હતી. માતાજી કદી પણ જીવ હિંસામાં માનતા નથી. માતાજી તો સદૈવ જીવન બક્ષે છે.

આ પણ વાંચો, Rajkot: TRP અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા જ નેતાઓને ડીટેઈન કરાયા, કોંગ્રેસ નેતા- પોલીસ વચ્ચે ઝપાઝપી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *