Rajkot: ઉપલેટામાં વહેલી સવારે તસ્કરોનો તરખાટ, પોલીસ સ્ટેશનની નજીક 4 મકાનમાં ચોરી

ઉપલેટામાં વહેલી સવારે ચોરીની અલગ- અલગ ચાર ઘટના બનતા ચકચાર મચી છે. ઉલ્લખનીય છે કે, બનાવના સ્થળથી નજીકમાં જ ઉપલેટા પોલીસ સ્ટેશન આવેલું છે, જેને લઈ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે. તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ 4 મકાનમાં ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તસ્કરોએ ચાર અલગ-અલગ જગ્યાઓએ સોનું, ચાંદી, રોકડ સહિતની ચીજોની ચોરી કરી છે. જેમાં રેલવે કર્મચારી, આર્મીમેન સહિતના ઘરમાં ચોરી થઇ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકી રોડના વેસ્ટર્ન પાર્કના બે મકાનમાં ચોરી થઇ છે, તો બીજી તરફ શંકુતાનગર સોસાયટીના બે મકાનમાં તસ્કરોએ ચોરી કરી છે.ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ચોરીને અંજામ આપ્યા બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ ઉપલેટા પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસ ધરી ચક્રો ગતિમાન કર્યા છે. રેલ્વે કર્મચારી, નિવૃત આર્મી મેન સહિતના વ્યક્તિઓના ઘરમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને તસ્કરોએ ચોરી કરી લીધી છે. હાલ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, http://BJP leader complains to Home Minister on liquor issue: પોલીસ હપ્તા લે છે, યુવાધનને બચાવો’, દારુ મુદ્દે ભાજપના નેતાએ ગૃહમંત્રીને કરી ફરિયાદ

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *