Rajkot: જીવનનગરમાં નવરાત્રિ મહોત્સવ ખુલ્લું મુકતા MLA ડૉ. દર્શિતાબેન શાહ, પ્રથમ નોરતે બે હજાર લોકોએ બાળાઓના રાસ-ગરબા નિહાળ્યા

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબીનો ભવ્ય પ્રારંભ થયો. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે બે હજાર લોકોએ રાસ-ગરબા નિહાળી ભાવ-વિભોર થયા હતા. બાળાઓને રોકડ સાથે લાણી આપવામાં આવી હતી.

મહોત્સવ ખુલ્લું મુકી દિપ પ્રાગ્ટય કરતાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું કે ૪૫ મા વર્ષે પ્રાચીન ગરબીનો પ્રારંભ કરાવવાનું સૌભાગ્ય મળ્યું તે બદલ આયોજકોનો આભાર માનું છું. ભારતીય પરંપરા કલા કૌશલ્યના દર્શન પ્રાચીન ગરબીમાં જોવા મળે છે. જયંત પંડયાના નેતૃત્વમાં મહોત્સવમાં ઉત્સાહ પ્રેરણા જોવા મળે છે. પ્રથમ નોરતે જનમેદની નિહાળી વિશેષ પ્રભાવિત થયા હતા.

વોર્ડ નં. ૧૦ ના નગર સેવકો નિરૂભા વાઘેલા, ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, ભા.જ.૫. ના આગેવાનો દર્શિત જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, મુકેશભાઈ પોપટે હાજરી આપી દિપ પ્રાગ્ટય સાથે બાળાઓને લાણી વિતરણ કર્યું હતું. રહીશોને મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રહીશોને શુભેચ્છા પાઠવી હતી. ત્રણ ગૃપની બાળાઓના રાસ-ગરબા નિહાળવા જીંદગીનો અવસર સાબિત થાય છે. સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા અને જીગિશાબેન રાવલના માર્ગદર્શનમાં બાળાઓએ અદભુત પ્રદર્શન કર્યું છે. પ્રાચીન ગરબીને અનેક એવોર્ડ મળ્યા છે તેમાં વાલીનો સિંહફાળો છે.

મહાદેવધામ મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠીયા, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, ભક્તિબેન ખખ્ખર, જીગીષાબેન રાવલ, કિર્તીબેન કગથરા, સમિતિના વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, જયેશ લશ્કરી સહિત બાળાઓના વાલીઓની સંગઠન ભાવનાએ પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટી પડી હતી.
ગરબીનું સંચાલન સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, જીગીષા રાવલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલ સફળતાપૂર્વક કરે છે.
આ પણ વાંચો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર પ્રવાસ, વિકાસ પ્રોજેક્ટ સહિત કાર્યક્રમમાં આપશે હાજરી